ભારતના 11 હજાર ગામોમાં 4G નથી! હવે Starlink બનશે સહારો? Elon Muskએ બતાવ્યો રસ્તો
Elon Muskએ Starlinkને ભારતના ખાસ કરીને ગ્રામીણ અને ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારો માટે ઉપયોગી ગણાવ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Starlink ભારતમાં સેવા શરૂ કરવા માટે ફરી મંજૂરી મેળવવાના પ્રયાસમાં હોવાનું જણાવાય છે.

SpaceXના સ્થાપક Elon Muskએ Starlinkની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારતના એવા વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે, જ્યાં હાલમાં સેવા ઓછી છે. ખાસ કરીને ગ્રામિણ ભારતનો ઉલ્લેખ કરતાં Muskએ કહ્યું કે Starlink દેશના સૌથી ઓછા સેવા મળતા વિસ્તારો માટે ઉપયોગી બની શકે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Starlink ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા શરૂ કરવા માટે ફરી અરજી કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
હજારો ગામોમાં હજુ 4G કવરેજ નથી
ઈલોન મસ્કે X પર એક પોસ્ટનો જવાબ આપતા સમયે દાવો કર્યો કે મે 2026 સુધી ભારતના 11,256 નોંધાયેલા ગામોમાં હજુ 4G કવરેજ ઉપલબ્ધ નહોતું. આ આંકડો દર્શાવે છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામિણ અને દૂરદરાજના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનો અંતર હજુ યથાવત છે.
ગ્રામિણ ઇન્ટરનેટ પહોંચ હજુ ઓછી
માર્ચ 2026માં ભારતમાં કુલ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન 109.3 કરોડ હતું. તેમાં ગ્રામિણ વિસ્તારોનો હિસ્સો 44.08 કરોડ હતો. દર 100 લોકો દીઠ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન ગ્રામિણ ભારતમાં 48.31 હતું, જ્યારે શહેરી ભારતમાં આ આંકડો 126.80 હતો.
Starlink ફરી મંજૂરીના પ્રયાસમાં
અહેવાલ મુજબ Starlinkએ ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા આપવા માટે નવી અરજી કરી છે. અગાઉ Indian National Space Promotion and Authorisation Centreએ Starlinkના Gen 2 સેટેલાઇટ નેટવર્ક માટેની અરજી નકારી હતી. કેટલાક ટેકનિકલ ફીચર્સ અને ઉપયોગમાં લેવાની સૂચિત રેડિયો ફ્રીક્વન્સી ભારતીય જરૂરિયાતો સાથે સુસંગત ન હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.
સેટેલાઇટથી ઇન્ટરનેટ સેવા
Starlink, SpaceX દ્વારા સંચાલિત સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે. તે પૃથ્વીની નીચી કક્ષામાં ફરતા સેટેલાઇટોના નેટવર્કથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. કંપની ભારતમાં સેવા શરૂ કરવા માટે જરૂરી નિયમનકારી મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.
Also Read
Tamne khabr pade ke aje sona no bhav ketlo thai gyo che ?

ભારતમાં સેવા શરૂ કરવા Starlink તૈયાર, અંતિમ મંજૂરીની રાહ

AI બૂમ, ઓઈલ શોક અને દેવું : દુનિયા સામે ત્રિપલ સંકટ

હોંગકોંગ માર્કેટમાં તેજી, Hang Seng 1% ઉછળ્યો; બાયોટેક, AI અને પ્રોપર્ટી શેરોમાં ખરીદી

ચીનનો નવો બેટરી પ્લાન: 15,000 ચાર્જિંગ સાઇકલનું લક્ષ્ય કેવી રીતે બદલશે EV અને એનર્જી માર્કેટ

50 કરોડ વર્ષ જૂના ખડકોમાં ચીન શોધી રહ્યું છે ‘ઊર્જાનું ભવિષ્ય’

અમેરિકામાં પેટ્રોલ મોંઘું થવા પાછળ કોણ જવાબદાર? ટ્રમ્પે કોના પર ઠાલવ્યો દોષ






